મોદી સરકાર માટે સારા સમાચાર, બ્રિટન-ફ્રાન્સને પછાડીને ભારત બન્યું દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા 

ભારત દુનિયાનની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. તેણે 2019માં બ્રિટન અને ફ્રાન્સને પણ પછાડી દીધા છે. અમેરિકાના શોધ સંસ્થાન વર્લ્ડ પોપ્યુલેનશન રિવ્યુ (World Population Review)એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આત્મનિર્ભર બનવાની અગાઉની નીતિથી આગળ વધતા ભારત એક ખુલ્લા બજારવાળી અર્થવ્યવસ્થા તરીકે વિક્સિત થઈ રહ્યું છે.

મોદી સરકાર માટે સારા સમાચાર, બ્રિટન-ફ્રાન્સને પછાડીને ભારત બન્યું દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા 

World's fifth largest economy નવી દિલ્હી: ભારત દુનિયાનની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. તેણે 2019માં બ્રિટન અને ફ્રાન્સને પણ પછાડી દીધા છે. અમેરિકાના શોધ સંસ્થાન વર્લ્ડ પોપ્યુલેનશન રિવ્યુ (World Population Review)એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આત્મનિર્ભર બનવાની અગાઉની નીતિથી આગળ વધતા ભારત એક ખુલ્લા બજારવાળી અર્થવ્યવસ્થા તરીકે વિક્સિત થઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ જીડીપી મામલે ભારત 2940 ખરબ ડોલર (2.94 ટ્રિલિયન ડોલર)ની સાથે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. આ મામલે તેણે 2019માં બ્રિટન અને ફ્રાન્સને પણ માત આપી છે. 

બ્રિટનની અર્થવ્યવસ્થાનો આકાર 2830 અબજ ડોલર છે. જ્યારે ફ્રાન્સનો 2710 અબજ ડોલર છે. પીટીઆઈના અહેવાલ Purchasing Power Parity (PPP)ના આધારે ભારતની જીડીપી 19,510 અબજ ડોલર છે. અને તે જાપાન અને જર્મની કરતા આગળ છે. ભારતમાં વધુ વસ્તી હોવાના કારણે પ્રતિ વ્યક્તિ જીડીપી 2170 ડોલર છે. જે અમેરિકામાં પ્રતિ વ્યક્તિ 62,794 ડોલર છે. 

જો કે ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર સતત ત્રીજા ત્રિમાસીકમાં નબળો રહી શકે છે અને 7.5 ટકાથી ઘટીને 5 ટકા પર પહોંચી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં આર્થિક ઉદારીકરણ 1990ના દાયકામાં શરૂ થયું છે. ઉદ્યોગોને નિયંત્રણ મુક્ત રખાયા છે અને વિદેશી વ્યાપાર અને રોકાણ ઉપર પણ નિયંત્રણ ઓછું કરાયું છે. 

જુઓ LIVE TV

આ સાથે જ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરાયું. તેમાં કહેવાયું છે કે આ ઉપાયોથી ભારતને આર્થિક વૃદ્ધિ વધારવામાં મદદ મળી છે. અમેરિકાનું વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ એક સ્વતંત્ર સંગઠન છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં અનેક આર્થિક સુધારા થયા છે. સરકારે ભારતની ઈકોનોમીને વર્ષ 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર રાખવાનું લક્ષ્યાંક રાખ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news